













donatelifetrust posted at Instagram:
તા: ૦૯/૦૨/૨૦૨૬
સુરત
શિક્ષિકાની અંતિમ શીખ: જીવન બાદ પણ પરોપકાર, સુરતની શિક્ષિકાના પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી.
વધુ એક હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતની મહાવીર હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ ઉ.વ ૪૮ બ્રેઈન ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ બારસો સાઠ થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
હાથને સમયસર હવાઈ માર્ગે ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
અંગદાન… જીવનદાન…
ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો: https://www.donatelife.org.in/
તમે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરીને અંગદાન માટે પ્રતિજ્ઞા લઈ શકો છો:
https://notto.abdm.gov.in/register
NGO વિભાગમાં Donate Life નો ઉલ્લેખ કરવો.
NottoIndia SOTTO Gujarat Narendra Modi J.P.Nadda Amit Shah Ministry of Health and Family Welfare, Government of India, Health & Family Welfare Department, Government of Gujarat, Bhupendra Patel Praful Pansheriya Rashtriya Swayamsevak Sangh (RSS)
#StayInformed #DonateOrgan #OrganDonation #LifeSaver #SottoGujarat NOTTO nileshmandlewala PMOIndia cmogujarat LiverDonation KidneyDonation EyeDonation Greencorridor ShareYourSpare OrganTransplant RegisterAsADonor અંગદાનજીવનદાન MoHFWGUJARAT MoHFWINDIA Surat Gujarat india givehope
Source: Instagram,
Account-Name: donatelifetrust
Created on: 2026-02-09 12:18:34
